ગાંધીનગર સ્થિત આપણા સમાજના સભ્યોના સંગઠનની શરૂઆત ૧૯૯૩ માં થઈ અને સ્થાપક પ્રમુખશ્રી સાંકાભાઈ જે. પટેલ (જંત્રાલ) એ સ્વ.શ્રી ગાંડાભાઈ પટેલ (જામળા) જેવા અન્ય સભ્યોના સહકારથી આપણા સમાજનું સંગઠન ઉભું થાય તેવા પ્રયત્નો કરી સૌ પ્રથમ સાદરા અને બીજો અંબોડ ખાતે સ્નેહમિલન સમારંભ કરવામાં આવેલ.
સને ૧૯૮૬ માં શરૂ થયેલ ઉમિયા મિત્ર મંડળ દ્વારા તારીખ ૦૬-૦૨-૧૯૯૪ના રોજ અંબોડ ખાતે સમાજના સ્નેહમિલન સમારંભની સામાન્ય સભામાં ઉત્તર ગુજરાત ૪૧ ગામ કડવા પાટીદાર સમાજ, ગાંધીનગરના નામાભિધાન બાદ અસ્તિત્વમાં આવેલ છે.
સમાજના ૧૫ ટ્રસ્ટીઓ સાથે ટ્રસ્ટી મંડળની સ્થાપના કરી તેની જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરીમાં (કમાંક : એ/૬૫૦/ગાંધીનગર, તા.૧૬-૮-૨૦૧૨ થી નોંધણી કરાવવામાં આવેલ.
શરૂઆતમા આશરે ૫૦ સભ્યોથી શરૂ થયેલું આપણું સંગઠન આજે લગભગ ૬૦૦ સભ્યો/પરીવારનું થયેલ છે.
સમાજના સભ્યો સહપરિવાર સાથે ભેગા મળે અને એકબીજાનો પરીચય કેળવાય આવે તે માટે દર વર્ષે જુદા જુદા સ્થળે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામા આવે છે
સ્નેહમિલન કાર્યક્રમમાં શૈક્ષણિક ક્ષેત્રે તેજસ્વી તારલાઓને દાતાશ્રીઑ તરફથી ધોરણ ૧ થી અનુસ્નાતક સુધીની શૈક્ષણિક કેટેગરી માટે ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે.
સ્નેહમિલન કાર્યક્રમમાં સામાજીક તેમજ સહકારી સંસ્થાઓમાં કે નોકરીમાં ઉચ્ચ હોદ્દા પર પસંદગી/બઢતી પ્રાપ્ત કરેલ સભ્યનું બહુમાન કરવામાં આવે છે. સમાજના વડીલો તથા દાતાશ્રીઓ નું સન્માન કરવામાં આવે છે.
સ્નેહમિલન કાર્યક્રમમાં સાંસ્કૃતિક પ્રોગ્રામ,રમત ગમત હરીફાઇ તેમજ શૈક્ષણિક,ધાર્મિક,આરોગ્યલક્ષી શિબિરનું આયોજન કરવામા આવે છે.
સમાજના માન. અધ્યક્ષશ્રી કાળીદાસ ટી. પટેલના સુચન અન્વયે સમાજની કારોબારીની તા: ૨૭/૧૦/૨૦૨૧ બુધવારના રોજ મળેલ મીટીંગમાં ઉત્તર ગુજરાત ૪૧ ગામ કડવા પાટીદાર સમાજ, ગાંધીનગરની વેબસાઇટ Invision Software Solution, Gandhinagar મારફત તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવેલ.
પ્રથમ તબક્કામાં સમાજના સભ્યોની માહિતી સંકલીત કરી વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે અને ત્યારબાદ તબક્કાવાર સભ્યોના પરીવારની સામાજીક, શૈક્ષણિક તેમજ ધંધા-રોજગારની માહિતી સંકલીત કરી વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. સમાજના સભ્યોની તથા તેઓના પરીવારની જરૂરિયાત મુજબની માહિતી સંકલીત કરી પુરી પાડવા સમાજના હોદ્દેદારો તથા સેક્ટર/વિસ્તારના કારોબારી સ્ભ્યોને વિનંતી. વધુમાં, વેબસાઇટ તૈયાર કરવામાં મદદરૂપ થઇ શકે અથવા જરુરી માર્ગદર્શન આપી શકે તેવા જાણકાર સભ્યોએ સંપર્ક કરવા વિનંતી.
સમાજ વ્યક્તિઓથી બને છે અને સમાજ વ્યક્તિઓની ઓળખ નિભાવે છે. દરેક વ્યક્તિએ સમાજના ઋણને નિભાવવા માટે મદદરૂપ થવું જોઈએ. આપણા સમાજનું વધારેમાં વધારે ગૌરવ અને ગરીમા વધે તે જોવાની આપણા સહુની સામૂહિક જવાબદારી અને ફરજ છે.
વર્તમાન સમયમાં સમાજ ધ્વારા હજુ બીજા ઘણા નવા ક્ષેત્રોમાં સહિયારા કામો કરવાના છે. વર્તમાન ૨૧ મી સદીની માંગ પ્રમાણે સમાજની એક એક વ્યક્તિ બૌધિક તેમજ આર્થિક રીતે સજ્જ બને તેવા પ્રયત્ન કરવા પડશે. જેના માટે વ્યક્તિ વિકાસ તેમજ કારર્કિદીને લગતું માર્ગદર્શન સ્વરોજગારીને લગતી માહિતી અને માર્ગદર્શન શૈક્ષણિક ક્ષેત્રે તેજસ્વી તારલાઓને મદદ સાંસ્કૃતિક વિકાસલક્ષી કાર્યક્રમો વગેરે જેવી અન્ય પ્રવૃત્તિઓ પરત્વે ધ્યાન દોરી સમાજના વડીલોએ તેમજ જે તે ક્ષેત્રના જાણકાર એવા સમાજના સભ્યોએ આગળ આવીને મદદરૂપ થવું પડશે.
વિકસતા વિશ્વ સાથે આપણા સમાજના નવયુવાનો કદમ મિલાવી શકે , નવી દિશા નવા વિચારો નવુ આયોજન કરી શકે તેમજ યોગ્ય માર્ગદર્શન સમય ન મળવાને કારણે સ્પર્ધાત્મક યુગમાં પાછળ ન રહે તે માટે તેઓને શિક્ષણ અને યોગ્ય માર્ગદર્શન એ જ સાચો ઉપાય છે.
આપણા સમાજના સભ્યોએ સમાજના વિકાસમાં કોઈપણ ક્ષેત્રે તન , મન અને ધનથી સહકાર આપ્યો છે. ફંડ એકત્રીકરણમાં અનુમાન કરતા સારો પ્રતિસાદ મળ્યો છે. સ્નેહમિલન કાર્યક્રમના વ્યક્તીગત ભોજનદાતા , જાહેરાતના દાતાશ્રીઓ તથા તેજસ્વી તારલાઓને સન્માનિત કરવા માટે દાતાશ્રીઓએ આર્થિક સહયોગ આપેલ છે.
સમાજના વહીવટમાં હરહંમેશ ચિંતા કરનાર રચનાત્મક સલાહ સૂચન નમ્ર ભાવે કરનાર આપણા સમાજના સ્થાપક પ્રમુખ તથા પૂર્વ પ્રમુખો, હોદ્દેદારો, કારોબારી સભ્યો ટ્રસ્ટી મંડળના પ્રમુખો, હોદ્દેદારો તથા સમાજનું આર્થિક પાસું સમૃધ્ધ બને તેનું ચિંતન કરનાર સર્વે ટ્રસ્ટીઓની સેવા સમાજને પ્રાપ્ત થયેલ છે.