વર્ષ ૧૯૯૩ થી શરૂ કરીને આજ સુધી દર વર્ષે સ્નેહ સંમેલનનું જુદા જુદા સ્થળોએ આયોજન કરવામાં આવે છે. જેમાં સમાજના મોટા ભાગના કુટુંબો હાજરી આપે છે. આ સ્નેહમિલન કાર્યક્રમના ખર્ચ માટે ગામ દીઠ ફંડ ઉઘરાવીને કરતા હતા. ઓછી સભ્ય સંખ્યાવાળા નાના ગામ પણ સંયુક્ત રીતે ભેગા થઈને સમાજને ભોજન દાતા તરીકે મદદરૂપ થતા હતા. આમ બધા જ ગામના પ્રતિનિધિઓએ ભોજન દાતા તરીકે લાભ લીધેલ.
સમાજની વર્ષ ૨૦૧૫-૨૦૧૬ની જનરલ મીટીંગમાં સમાજના આવનારા સમય અને સંજોગોને ધ્યાનમાં રાખી વર્ષ દરમિયાન થતા સ્નેહમિલન કાર્યક્રમના ખર્ચને પહોંચી વળવા સમાજના સમગ્ર પરિવારના સહકારથી કાયમી ભંડોળ એકઠુ કરવાનુ નક્કી કરવામા આવેલ.
સમાજના સમગ્ર પરિવાર/દાતાશ્રીઓ તરફથી અત્યાર સુધી ભોજન ફંડ પેટે કુલ ૩૦ લાખ રૂપિયા જેટલું કાયમી ભંડોળ એકઠુ થયેલ છે. આ કાયમી ભંડોળના વ્યાજની આવકમાંથી સમાજના સ્નેહમિલન કાર્યક્રમ , સ્વરૂચિ ભોજન અને સમાજને લગતા અન્ય કાર્યક્રમોનો ખર્ચ કરવામાં આવે છે. સમાજની કારોબારી આ વહિવટ પારદર્શક રીતે કરે છે.
આપણા સમાજના સભ્યોના પરીવારની સામાજીક, શૈક્ષણિક તેમજ ધંધા-રોજગારની માહિતી સરળતાથી મળી રહે તે હેતુથી સમાજની વેબસાઇટ બનાવવાનો વિચાર આવતાં જીતેન્દ્રકુમાર એ પટેલ (દેલવાડા), શ્રી રમેશભાઇ પટેલ (ઇટાદરા) તથા વાસુભાઇ એચ પટેલ (દેલવાડા) એ ઉત્તર ગુજરાત ૪૧ ગામ કડવા પાટીદાર સમાજ, ગાંધીનગર ના સહકારથી સમાજની વેબસાઇટ તૈયાર કરવાનું આયોજન કરેલ. આ વેબસાઇટમાં સમગ્ર ઉત્તર ગુજરાત ૪૧ ગામ કડવા પાટીદાર સમાજના આશરે ૨૮૦૦ પરીવારના ૧૦૦૦૦ હજાર જેટલા સભ્યોની માહિતી સંકલીત કરવામાં આવેલ. આ વેબસાઇટને વધારે માહિતીસભર બનાવવામાં સરળતા રહે તે સારુ વેબસાઇટની કામગીરી ઉત્તર ગુજરાત ૪૧ ગામ કડવા પાટીદાર સમાજ, માણસાને હસ્તાંતરીત કરવામાં આવેલ.